મંગળવાર, 27 જુલાઈ, 2010

ખાલી હાથે

ખાલી હાથે


(મંદાક્રાંતા)
મેં ક્યાં કીધું સકલજગસામ્રાજ્યસત્તા મને દે !
મે’લાતો કે લખમીઢગની યે તમન્ના શી મારે ?
તેં સોંપેલી ધરતી પણ ત્રાસ જતી તેજ પીને :
અંધારાનો અરવ પદસંચાર એ નિત્ય ઝંખે.


અંગે અંગે પરિમલધરી મ્હેકતાં ફૂલ આવ્યાં
નાની પાંખે ગગનભરતાં પંખીઓ ગીત લાવ્‍યાં,
સંધ્યા, તારા, શશિ-રજનીશાં દ્યૌ અલંકાર વચ્ચે
તેં સંતાડી ઉરઅમુંઝણો પૃથ્વીની બાપુ, શાને ?

છાની હૈયાફડક થકી ઊડી ગયેલા અજંપે
મેં તો માત્ર કરગરી કહાવ્યું હતું એટલે કે,
આ અંધારૂં, સ્‍મરણભડકા લાહ્ય સંવેદનોની
કાજે તારા કીકીકિરણ એકાદની તીવ્ર ઇચ્‍છા.
મેં શું માંગ્યું ? મળી ગયું મને શું ? ન તે હું ય જાણું
ખાલી હાથે હરઘડી પ્રભુ, આપ્‍યું તારું વખાણું !

ઇન્‍દુલાલ ગાંધી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો