સોમવાર, 26 જુલાઈ, 2010

સ્‍વપ્‍નનગરની શેરીમાં

સ્‍વપ્‍નનગરની શેરીમાં


મારા સ્‍વપ્‍નનગરની શેરીમાં
એક રાધા રમવા આવી’તી
ના ગીત હતું, નહોતી બંસી, તો ય ઘરઘર ભમવા આવી’તી

હજી જ્યાં એનાં ઝાંઝર ઠમક્યાં
ત્‍યાં તારક દીપક થૈ ટમક્યાં,
એક એક હ્રદયમાં માધવનું મંદિર સરજવા
આવી’તી
મારા સ્‍વપ્‍નનગરની શેરીમાં
એક રાધા રમવા આવી’તી

જ્યાં પડી પાનીઓ મસ્‍તાની
ત્‍યાં હસી ધૂળ રસ્‍તાની.
ઉજ્જડ રણમાં એ પીયુષ વાદળી થઇ વરસવા આવી’તી
મારા સ્‍વપ્‍નનગરની શેરીમાં
એક રાધા રમવા આવી’તી.
ઇન્‍દુલાલ ગાંધી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો