બુધવાર, 28 જુલાઈ, 2010

ખાંભી

ખાંભી


(દ્રુતવિલંબિત)
અહીં હશે ચમકી વીજ એક દિ’
ખણખણાટ થતાં હથિયારના;
વહી હશે નવ-શોણિતની નદી
બલિ થતાં કઈ બક્ષીસલક્ષણા.
શૂરકથા શત વર્ષ જીવાડવા
અહીં મૂકેલ શિલા કંઇ કોતરી;
સળગતો ભૂતકાળ અહીં ફરી
શહીદનાં પથદર્શન પૂજવા.
અહીં જ એ ઇતિહાસ પડી રહ્યો
સ્‍વજનસંઘ ગણી તરુની ઘટા;
મૂક શિલા મહીં પૌરુષ પેખતાં
મનુજ અંતર સ્‍વપ્‍ન ઘડી રહ્યો.

ઇન્‍દુલાલ ગાંધી.








ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો