સોમવાર, 26 જુલાઈ, 2010

તીખો તડકો

તીખો તડકો




કેવો આ તીખો તડકો !
ઝાળ નહિ કે વરાળ નહિ
તો યે અંગે ઊઠે ભડકો
કેવો આ તીખો તડકો !

રણ ચડેલી રાણી સરખી
ધૂળ ઊડે ધસમસતી :
ફળિયું વાળી સાફ કરો ત્‍યાં
આંધી આવે હસતી !
રમે વાયુ અડકો દડકો
કેવો આ તીખો તડકો !

કૂણાં પગંતિયાને ધરતી
આગચુંબનો ચોડે :
લૂની ચાદરો આવી અંગને
આલિંગન લ્‍યે કોડે !
થઇ ત્રાંબાવરણી સડકો
કેવો આ તીખો તડકો !

ઇન્‍દુલાલ ગાંધી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો