રવિવાર, 25 જુલાઈ, 2010

સિંધુની યુવાની

સિંધુની યુવાની



કેવી જુવાની છે સરસ ?
ચાંદની ઘૂંટી કર્યું’ તું અંગ જાણે એકરસ :
કેવી જુવાની છે સરસ ?

નાના તરંગો ‘પાટલી પગલાં’ સમા લાગ્‍યા મને,
કલ્પી ફરી નિહારતાં આહીરની કન્‍યા તને :
તોફાનનું ? પૂછો ન બસ ?
કેવી જુવાની છે સરસ ?

તું ફીણને ગોટે રહી નવડાવી નાનકડી શિલા,
અભિષેકની દીઠી પૂનમને આભગોખે ઉજ્જવલા :
સૌન્‍દર્ય તો પાતું હતું અંગાંગમાંથી પ્રેમરસ
કેવી જુવાની છે સરસ ?

અણથીર અંગ સમસ્‍તનો ચકડોળ આ કેવો ચગ્યો ?
એવો ચગ્યો !
જે જોઈ સંતોષાય ના આંખો અને ઉરની તરસ :
કેવી જુવાની છે સરસ ?
-ઇન્‍દુલાલ ગાંધી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો