રવિવાર, 25 જુલાઈ, 2010

હજી સંભારું છું

હજી સંભારું છું



ભમ્‍યો તારી સાથે વિજનવન રેતાળ ધરણી
પરે, ને આઘેરી અટવી તણી માણી સરભરા ;
અરણ્યોને ખુંદ્યાં, કમલદલ ચૂમ્યાં, ઘણી ઘણી
ઋચાઓ શાસ્‍ત્રોની શ્રવણ કરી તારે તટ સખી !

સૂફીવાદી મસ્‍તી, હરમતવણી ગોષ્‍ઠિ, અડપલાં
કવિતાનાં, તારાં થકી જ જનમ્‍યાં બાલ્‍યવયમાં:
હીંચોળ્યું હૈયાંને કવનતણી ભૈ દોરી કરમાં
પછી પ્રેર્યો ‘ઈશ્કે હકીકી’ ભણી થૈ ને પ્રિયતમા.

હજી સંભારું છું ગતજીવનની આ રહી સહી
લકીરોને, છાંટી કવનજલ કારુણ્ય નીતર્યું :
સખી, તેં સોંપેલું, પરત કરું તારાં ચરણમાં.
ઉનાળો ને વર્ષા, શિશિરઋતુનાં મુક્તકવનો
પ્રિયા સિંધુ, તારાં મહીં શમી ગયાં પ્રેમસ્‍તવનો;
તને ખોઇ ખોયાં સકલ કવિતાનાં પ્રિયજનો.


ઇન્‍દુલાલ ગાંધી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો