મંગળવાર, 27 જુલાઈ, 2010

કબ્રની કથા

કબ્રની કથા


(અનુષ્‍ટુપ)
વાણી જેમ મહાશોભા અર્પે છે ગૂઢ અર્થને,
તેમ શોભાવતું દીઠું શિલ્‍પસ્‍થાન સમર્થને.
દ્વારો ને બારસાખોનાં ધીંગા પથ્થર-થોરણો
મહીં કોરેલ મેં દીઠો જ્ઞાનપુંજ કુરાનનો.
બીબીઓ, બાંદીઓ, બચ્‍ચાં, સમ્રાટો પાયતખ્‍તના
સૂતા’તાં ગાઢ નિદ્રામાં ભૂલી સંસારની આપદા.
પડી’તી ખૂણામાં કથા એ સુપ્‍ત શૌર્યની,
બીજે સૌન્‍દર્ય બેઠું’તું નિસાસા કાળના વણી.
એકે શોણિતથી રંગી પૃથ્‍વી પાક પુરાણની,
બીજીએ આંહી મૂકેલી રંગેલી પાનીઓ ધીમી.
અસ્‍ત્રથી કોતર્યાં ક્રાન્‍તે કાયાનાં હાડપિંજરો,
સ્‍મિતે સોહામણાં કીધાં સ્‍ત્રીએ પદ્મસરોવરો.
કબ્રો કેરી કતારોમાં ભેદ કામિની કાન્‍તનો,
ર્દષ્‍ટિએ પારખી લીધો રંગ સાયં-પ્રભાતનો.

ઇન્‍દુલાલ ગાંધી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો